હળવદના ધ્રાંગધ્રા હાઇવે રોડ પર બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક યુવકનું મોતનીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કર્યો હતો.હળવદ પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાઈક ચાલક રમેશભાઇ અટુભાઇ નાયકાએ થાણાથી પુર્વે ૭ કીમી દુર હળવદ ધ્રાંગધ્રા હાઇવે રોડ ઉપર એસ્ટ્રોન પેપર મિલ પાસે આવેલ રેલ્વે ફાટક નજીક રોડ પોતાના હવાલા વાળુ હીરો સ્પ્લેન્ડર પ્રો મો.સા રજી.નં.GJ-06-FM-9020 વાળુ પુર જડપે અને બેફિકરાઇ પુર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી થી ચલાવતા મો.સા સ્લીપ થઇ પડી જતા પોતાને કપાળે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેનું મોત થયું છે.જે મામલે હળવદ પોલીસ સ્ટેશને ઇ.પી.કો.કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રવી પરીખ હળવદ
વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬,૧૦, ૦૦૦ નો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર...
મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે.
માતા-પિતા પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકોના હાથમાં સોંપે છે, શિક્ષકો પણ બાળકોનું પોતાના બાળકની જેમ દેખરેખ રાખી લાલન,...
મોરબીના ગામ ઓસીસ સિરામિક નજીક અશ્વમેઘ હોટલ પાછળ કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામ ઓસીસ સિરામિક પાસે અશ્વમેઘ હોટલ પાછળ મનકર વસોનીયાનો ૦૨ વર્ષનો દિકરો લકી કોઈ કારણસર પાણીમાં પડી ડુબી જતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ...