બગથળા : કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરું.આ કેમ્પમાં રાહતદરે સેવાઓ આપવામાં આવી હતી.કેમ્પનો 250 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન બગથળા કુમાર શાળામાં ગત તા.3ના રોજ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બગથળા ગામના મુળ વતની ડૉ.જીગ્નેશ મેવા કેન્સર સર્જન,ડૉ.વિશાલ મેવા (ફિઝિશિયન આઇ સી યુ નિષ્ણાત),ન્યુરોસર્જન ડો.નિધિ કુમાર પટેલ,ઓર્થોપેડિક ડો.એન.બી.પટેલ,લેપ્રોસ્કોપીક સર્જન ડો.એસ.એન.પટેલ,આંખના નિષ્ણાંત ડો. હાર્દિક પટેલ.ઈ એન ટી સર્જન ડો.અલ્પેશ પટેલ ,ડો.ડેનિસ આરદેશના,બાળકોના નિષ્ણાત ડો.શ્રદ્ધા હાલપરા,ડો. સતીશ સાણજા ડો. ધર્મેશ ઝાલાવાડીયા,ફિજીઓથેરાપિસ્ટ ડો. પાયલ સરધારા ,ડો.ઉર્વશી કાનાણીએ માનદ સેવા આપી હતી.આ કેમ્પમાં 250 દર્દીઓએ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો હતો.બગથળા નકલંગ મંદિરના મહંત દામજી ભગતએ દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું.બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હિરેન વાસદડિયા અને જિલ્લા સદસ્ય સતીશ મેરજા અને આચાર્ય દિનકરભાઇ મેવાએ આ કેમ્પની કામગીરી દરમ્યાન વ્યવસ્થામાં મદદરૂપ થયેલ હતા.યુનાઇટેડ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દરેક પ્રકારની ઉચ્ચ કોટિની આરોગ્ય સેવાઓ રાહત ભાવે આપે છે.તેમજ સમાજની સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલ હંમેશ સમર્પિત રહે છે.
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...