મોરબી : વિધાથી નેતા યુવરાજસિંહ દ્વારા થોડા દિવસ પહેલા પેપરલીક કૌભાંડ બહાર લાવતા અને સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને અનેક પરીક્ષાઓં રદ્ કરવાની ફરજ પડી હતી બાદ માં ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ ની ધરપકડ કરવામાં આવી હતી.જેના વિરોધમાં મોરબીમાં આજરોજ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં પોલીસ દ્વારા 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

આજ રોજ મોરબી જિલ્લા N.S.U.I તથા યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ પર થતા દમન તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી.તેનો વિરોધમાં મોરબી નેહરુ ગેઈટ ચોકમાં જાહેર વિરોધ કરવામાં આવ્યો હતો.તે દરમ્યાન આ તાનાશાહી સરકારના ઇશારે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ આગેવાનની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા.આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ દ્વારા 15 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
