મોરબી માટે ફાળવેલ મેડિકલ કોલેજના પ્રકારમાં ફેરફાર કરી દેવાતાં મોરબીની સંસ્થાઓ પણ ચિંતિત બની છે અને જાગૃતિ દેખાડી કેટલાક સવાલો ઉભા કરી સરકાર ને ફેરવિચારણા કરવા અનુરોધ કર્યો છે તથા સ્થાનિક ભાજપના આગેવાનોએ પણ અંગત રસ લઈ મેડિકલ કોલેજને બ્રાઉન ફિલ્ડ માંથી ગ્રીન ફીલ્ડ માં લેવા પ્રયાસ કરવા જોઇએ તેવી માગણી શરૂ કરી છે જો આવી રીતે સ્થાનિક પ્રજા જાગૃત બનશે તો મોરબી માટે ઉચ્ચતમ સુવિધા છિનવાતી બચી શકે તેમ છે મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે ફેર વિચારણા માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરી યોગ્ય નિર્ણય કરવા સરકારને લેખિત રજૂઆત કરી છે

ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૨૦ માં મેડીકલ કોલેજ આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી આના અનુસંધાને મોરબી ની સિવિલ હોસ્પિટલને અપડેટ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ છે.
મોરબી કલેકટર દ્વારા આ કોલેજને અધતન અને સુવિધા સભર બનાવવા માટે જરૂરી જમીન મોરબી તાલુકાના શનાળા (શકત) ગામે સરકારી ખરાબા ની જમીન જે મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે ને ટચ મોકાની જમીન છે. તેની ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે. ત્યાં મકાનની સુવિધાના થાય ત્યાં સુધી મોરબી ની સરકારી ગીબ્સન મીડલસ્કુલ ના બિલ્ડીંગ માં ટેમ્પરેરી કામ ચાલવાનું નક્કી કરવામાં આવેલના સમાચાર પણ ન્યુઝ પેપર માં વાંચવામાં આવેલ હતા.
આવી જાહેરાતો અને આવી કામગીરી ચાલતી હોવાની માહિતી ના કારણે મોરબી ની પ્રજા ને ખુબજ આનંદની અનુભતી થતી હતી કે મોરબીના આંગણે સરકારી મેડીકલ કોલેજ બનશે તો ઘર આંગણે સારી સ્વાસ્થ્ય સુવિધા લોકોને મળશે.
પરંતુ સરકારી શ્રી ના તા. ૨૯-૩-૨૦૨૨ ના ઠરાવ ની જાણ થતા અને સરકાર શ્રી ની કમીશન શ્રી ની કચેરી. આરોગ્ય તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણ ગાંધીનગરની એક નાના પેપર ની જાહેરાત જોઈને મોરબીના લોકોને ખુબજ મોટો આઘાત લાગેલ છે, કારણ કે સરકાર તા ૨૯-૩-૨૦૨૨ ના રોજ ઠરાવ મુજબ હવે મોરબી જીલ્લાને બદલે તાપી જિલ્લાને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ ફાળવવામાં આવેલ છે. જયારે મોરબીને હવે બ્રાઉન ફિલ્ડ કોલેજ થી કામ ચાલવું પડશે તેમ આ નિણર્ય થી જણાય છે.
તો અમારી પહેલી માંગણી છે કે મોરબીને ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ આપવામાં આવે અને તેનું સંચાલન સરકાર શ્રી દ્વારા કરવામાં આવે.
બીજી બાબતે એ છે કે સરકારે ૨૯- ૩ ૨૦૨૨ ના રોજ કરેલ ઠરાવ જે લગત કચેરી માં તા. ૬-૪-૨૦૨૦ ના રોજ ઇનવર્ડ થાય છે. અને તે પહેલા તો બ્રાઉન ફિલ્ડ કોલેજ સ્થાપવા માટે લગત સંસ્થાઓ પાસેથી ઓફર માગવાની જાહેરાત પણ પેપરમાં આવી જાય છે. અને એ પણ ખુબજ ઓછી નકલ ધરાવતા ન્યુઝ પેપર માં અને તે જાહેરાત પણ લોકોને ના સમજાય તેવી રીતની આપવામાં આવેલ છે. જેના કારણે આ પ્રકિયા ઉપર શંકાનો કરવાના લોકોને મોકો મળેલ છે. અને તે સાચો પણ છે. સરકારી તંત્રના અધિકારીઓ ની આમાં મેલી મુરાદ હોય તેવું પણ લાગી રહ્યું છે.
તો અમારી બીજી માંગણી છે કે આ બાબતે પણ ફેર વિચારણા કરવામાં આવે અને જો સરકાર આ કોલેજને ગ્રીન ફિલ્ડ કરે તો ખુબજ સારું છે. તેમાં છતાં પણ જો બ્રાઉન ફિલ્ડ કરવાની થાય તો આ માટેની જાહેરાત ફરીથી કરવામાં આવે. જેથી જે પણ રસ ધરાવતી સંસ્થાઓ હોય તેને પોતાની તૈયારી કરવા માટે પુરતો સમય મળે. અને આ કામ માટે એવી સંસ્થાને પ્રાધાન્ય આપવામાં આવે છે કે જે સંસ્થા શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલ હોય, સ્વાસ્થ્ય સંબધિત કાર્યો સાથે જોડાયેલ હોય. આર્થીક રીતે સધ્ધર હોય, સેવાકીય કાર્યો કરતી હોય અને તેનો હેતુ ફક્ત સેવા જ હોય, જેના સંચાલક માં સમાજના પ્રતિષ્ઠિત લોકો ફ્રી સેવા આપતા હોય. જેનો પૂર્વ ઈતિહાસ સારો અને સેવાકીય હોય, દરેક સમાજ જે સંસ્થા માં વિશ્વાસ ધરાવતા હોય, જે દરેક વર્ગને આનો લાભ સમભાવ થી આપી શકે તેમ હોય, જેનો હેતુ શિક્ષણનો વેપાર નહિ પણ શિક્ષણની સેવા હોય તેવી મોરબીની સ્થાનિક સંસ્થાને જ આનું સંચાલન આપવામાં આવે. અને તો જ મોરબી ની જનતા ને આનો સારો લાભ મળશે. નહીતર જો કોઈ બીજી વેપારી સંસ્થા આવી જશે તો લોકો ને લુંટાવાનો વારો આવશે. સામાન્ય જનતાનું હિત જોખમાશે.
