હળવદ તાલુકામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઓફીસ ઇનિસિએટિવ અંતર્ગત ઇન્ડોર પ્લાન્ટ એસન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા પખવાડિયું 2022 ની ઉજવણી તા.1-4 થી તા. 15-4 સુધી તાલુકાના વિવિધ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે આ અંતર્ગત તરુણીઓને મેન્સટ્યુંઅલ હાયજીન અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું અને સ્વચ્છતા રાખવા જણાવાયું હતું.
સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, ડો.હાર્દિક રંગપરિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટીના માર્ગદર્શન કરવામાં આવી રહી છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...