મોરબીમાં વર્ષ 2017 માં થયેલ હત્યા કેસમાં ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો ત્રણનેઆજીવન કેદ એક નિર્દોષ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બાબતનો કેસ આજ રોજ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન કોર્ટ માં ચાલી જતા કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને કસૂરવાર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે અને એક આરોપી નેં નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે
બનાવની વિગતો મુજબ
મોરબીના સામાંકાંઠે આવેલ રામકૃષ્ણનગર, ખોડિયાર મંદિર ચોક પાસે રસ્તા ઉપર ગત તા 21/5/2017 ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ બનાવની પોલીસની તપાસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારા, રામદેવ રાજુભાઇ ચાવડા, મયુરસિંહ નાનુંભા જાડેજા, સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની સંડોવણી ખુલતા આ ચારેય સામે હત્યાનો ગુન્હો દાખલ થયો હતો. જેમાં આરોપીઓ વારંવાર મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરતા હતા પરંતુ મૃતક યુવાને પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવ અંગે જે તે સમયે પોલીસે આરોપીઓને પકડી લીધા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
દરમિયાન આ હત્યા કેસ આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલો તેમજ 28 દસ્તાવેજી પુરાવા અને 26 મૌખિક પુરાવાને ધ્યાને લઈને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયધીશ એ.ડી.ઓઝાએ આ હત્યા કેસમાં ત્રણ આરોપીઓ સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારા, રામદેવ રાજુભાઇ ચાવડા, મયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત ઠેરવી ત્રણેયને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે એક આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ છોડી મુક્યો છે.
