મોરબી સિરામિક ફેક્ટરીમાંથી બાળમજૂરી બાબતે 4 લોકો સામે ફરીયાદ નોંધાય
મોરબીના ઉચી માંડલ ગામ પાસે આવેલ રામેશ્વર ગ્રેનેટોમાં મંગળવારે અમદાવાદના એનજીઓ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિક એક્શન ફોર્સની ટીમે દરોડો પાડ્યો હતો અને બાળ મજૂરોને મજુરી કરતા છોડાવ્યા હતા
આ અંગે જે તે વખતે એનજીઓના કમર્ચારી દ્વારા 20 બાળ મજુર પકડાયા હોવાના દાવા કર્યા હતા જોકે પોલીસ મથકમાં માત્ર 9 બાળકો જ મજુરી કરતા મળ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બનાવ અંગે દામિનીબેન વિજયભાઈ પટેલ નામની મહિલાએ ફેક્ટરીના રાજુભાઈ, ગણેશભાઈ,બાપુશિંગ તેમજ શંકરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે આ અંગે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન 1986)અને 2016 સુધારા અનુસાર કલમ ૩ એ 14 મુજબ 4 શખ્સ વિરુધ્દ ગુન્હો નોધી કાયદેસર કાયર્વાહી હાથ ધરી હતી બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.બી.કોઠીયા ચલાવી રહ્યા છે