નાની વાવડી ગામના શખ્સને પિસ્તોલ આપનાર શખ્સ પકડાયો

મોરબીના નાની વાવડી ગામે થીં થોડા દિવસ પહેલા એક શખ્સને પોલીસે પીસ્તોલ સાથે ઝડપી પાડયો હતો અને કાર્યવાહી ના અંતે પીસ્તોલ આપનાર શખ્સ કોન છે એ સામે આવતા પોલીસે આરોપીને હથિયાર આપનારા એમપીના એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી તાલુકાના નાની વાવડી ગામ પાસે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતો શખ્સ થોડા દિવસો પહેલા પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલા (ઉમર 44) વાળાની તે સમયે દેશી બનાવટની 15,000 ની કિંમતની પિસ્તોલ સાથે ધરપકડ કરેલ હતી અને આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ કરતાં હેડ કોન્સટેબલ નગીનદાસ નિમાવતે હાલમાં આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલાને પિસ્તોલ આપનારા અમિતકુમાર શ્રીગોપાલસિંહ કેલુત રહે.દાણિગેટ ચંદ્રશેખર આઝાદ માર્ગ ઉજજૈન એમપી વાળાની ધરપકડ કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img