હળવદ તાલુકાનાં અજિતગઢના બોડાનાં રણમાં અગરિયા પરિવારોને તંત્રને વાંકે તરસ્યા રહેવાનો વારો !!
રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી હળવદ તાલુકાને છતાં પણ અહીંના અગરિયા પરિવારો ને દશ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે.
હળવદ નજીક આવેલા કચ્છ ના નાના રણ માં મીઠું પકવતા એક હઝાર જેટલા અગરિયા પરિવારો ૪૪ ડીગ્રી તાપમાન વચ્ચે પણ કાળી મજૂરી કરે છે ત્યારે અજિતગઢ ગામ ના બોડા ના રણમાં દશ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે ત્યારે આવા વેરાન રણ માં ગરીબ અગરિયાઓ પાસે રૂપિયા 200 – 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી પાણી ન પહોંચાડતા હોય ત્યારે પાણી ના એક ટીપાં માટે અગરિયા ઓ ને રઝળપાટ કરવી પડે છે. હળવદ પંથક ના અજિતગઢ,જોગડ,કીડી,માનગઢ,ટીકર સહિત જુદા જુદા વિસ્તારો માં અંદાજે એક હઝાર થી વધુ અગરિયા પરિવાર દર વર્ષે ઓક્ટોમ્બર થી મેં માસ દરમિયાન કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવવાનું આકરું કામ કરે છે ત્યારે અજિતગઢ ગામ નજીક આવેલા બોડાના રણમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટેન્કર બંધ કરી દેવામાં આવ્યા છે અને જો અગરિયા પરિવાર 200 – 200 રૂપિયા આપે તો જ પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી રણમા અગરીયા પરિવારોને પાણી પહોચાડવાનુ બંધ થતાં હાલમાં અગરિયાઓને દુર – દુર સુધી પાણી માટે રઝળપાટ કરવી પડતી હોવાનું બહાર આવ્યું છે.
સુવિધા માત્ર કાગળ ઉપર??
૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે મજૂરી કામ કરતા આ પરિવારો રોજી રોટી મેળવવા સમાજથી અળગા બની ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા હોય છે અને આ ગરીબ અભણ અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે મસ મોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં અહીં આવી સુવિધા માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રવી પરીખ હળવદ
