મામલતદારને રજૂઆત સફેદ રેતીના કાળા કારોબારને ડામવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સફેદ રેતી હેરાફેરી થતી હોય અને ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય ત્યારે માળીયા ના ઘાટીલા થી ખાખરેચી ના રોડ ઉપર સફેદ રેતી ભરેલા ટ્રકો પસાર થતા હોય છે અને ટ્રક ડ્રાઇવર દારૂના નશામાં બેફામ ટ્રકે દોડાવતા હોય છે ત્યારે તાજેતરમાં ઘાટીલા ગામ ના પાધરમાં વૃદ્ધ મહિલાને અડફેટે લેતાં મહિલા નો દુઃખદ મોત નીપજયું હતું અને બીજા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં લઈને માળીયા મામલતદારને અરજી દ્વારા જાણ કરવામાં આવી હતી
આ સફેદ રેતી ભરેલી અંદાજે દરરોજની ૨૦૦ થી ૨૫૦ ગાડીઓ જે હળવદ તાલુકાના ટીકર અને મિયાણી ગામની હદમાં આવેલ નદી માંથી સફેદ રેતી કાળો કારોબાર ચાલી રહ્યો છે જે સફેદ રેતી ભરેલી ગાડીઓ માળિયા ના ઘાટીલા ખાખરેચી રોડ પરથી પસાર થતી હોય છે તેને તંત્ર દ્વારા રોકવામાં નહીં આવે તો અમો ધર્મેન્દ્ર ભાઈ વિડજા માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ ભાઈ પારજીયા મોરબી જિલ્લા પંચાયત સદસ્યઅને સંદીપ કાલરીયા મોરબી યુવા કોંગ્રેસ પ્રમુખ અને અશોક કૈલા માળિયા તાલુકા પંચાયત વિપક્ષ નેતા એ અરજી દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી કે આ સફેદ રેતી ભરેલી ગાડીઓ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો અમો જનતા રેડ કરીશું અને તે દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી તંત્રની રહેશે
