અધ્યયન મંડળ મોરબી દ્વારા ગુરુવારે માસિક બૌદ્ધિક સત્રનુ આયોજન
અધ્યયન મંડળ મોરબી દ્વારા આવતા ગુરુવારે મહા સુદ ૪ , દિનાંક ૨૨/૦૧/૨૦૨૬ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યશાળા ગાયત્રી ચેતના કેન્દ્ર, શનાળા રોડ, છોટાલાલ પ્રેટ્રોલ પંપ વાળ શેરી, શનાળા રોડ, શનિદેવના મંદિરની પાછળ સ્થાને યોજાશે. આ કાર્યશાળામાં સાયલા વાળા દેવેન્દ્રભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય (ભાગ-૨) પર માર્ગદર્શન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા અપિલ કરવામાં આવે છે.