આગામી 6 એપ્રિલે હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી; (FITNESS) કાર્યક્રમ યોજાશે
મોરબી: એ.આર.ટી.ઓ મોરબી કચેરી દ્વારા હળવદ તાલુકામાં વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ યોજાનાર છે.
મોરબી એઆરટીઓ દ્વારા હળવદ તાલુકામાં તા. ૦૬-૦૪-૨૦૨૪ શનિવારના રોજ વાહનોની ભૌતિક ચકાસણી (FITNESS) કાર્યક્રમ પી.ડબલ્યુ.ડી. ઓફીસ, સરા ચોકડી, વૈજનાથ મંદિરની સામે રાખવામાં આવ્યો છે.
યોગ્ય ફી પરિવહન પોર્ટલ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે અને વાહન સ્થળ પર જ હાજર રાખવું જરૂરી છે. આ કર્યક્રમમાં હળવદ તાલુકાની મોટરીંગ પબ્લીકને બહોળી સંખ્યામાં હાજર રહેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.