મોરબીના આમરણ બેલા ગામે નજીવી બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ લાકડી વડે ફટકાર્યા
મોરબી તાલુકાના આમરણ બેલા ગામે યુવકના મામાની દીકરીને તેમના પતિ સાથે ઝઘડો થતો હોય જે ઝઘડામાં યુવકે માથાકૂટ અગાઉ કરેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક સહિત ત્રણ વ્યક્તિને માર માર્યો હતો જેથી આ બનાવ અંગે મોરબી તાલુકો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતા સલીમભાઈ અકબરભાઈ જામ (ઉ.વ.૨૬) એ આરોપી ઈશાકભાઈ જામ, આસીનભાઈ ઈશાકભાઈ જામ, સિદ્દીકભાઈ ઇસાભાઈ જામ તથા તાજમહમદ ઈશાકભાઈ જામ રહે બધા આમરણ બેલા ગામ તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના મામાની દિકરી ફરીદાબાઈ જે આરોપી સિદ્દીકભાઈ ની પત્ની થતી હોય જે પતિ પત્નીના ઝઘડામાં ફરિયાદીએ માથાકૂટ અગાઉ કરેલ હોય જેનો ખાર રાખી ફરિયાદી તથા સાથીઓ સાથે આરોપીઓએ બોલાચાલિ કરી ગાળો આપી ફરિયાદી તથા સાથીઓ સમજાવવા જતા ફરિયાદીને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી તથા સાથી અકબરભાઈને કાંડાના ભાગ પર ઈજા પહોંચાડી તેમજ સાથી અમીનાબાઈને ત્રણ શખ્સોએ ઢીકા પાટુનો માર મારી ગાળા ગાળી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધે આગળ તપાસા હાથ ધરી છે.