ખેડૂતો સાથે થતી કળદા પ્રથા તેમજ ખેડૂતો પર થતો અત્યાચાર બંધ કરાવવા માટે મોરબી આમ આદમી પાર્ટીએ આવેદન આપ્યું
આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતો સાથે થતી કળદા પ્રથા બંધ કરાવવા માટે તેમજ યાર્ડની અંદર ખેડૂતોનું શોષણ બંધ કરાવવા તેમજ બોટાદની અંદર ખેડૂત મહાપંચાયત સમયે જે ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેમનો સખત વિરોધ નોંધાવ્યો. સાથે સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવિણભાઇ રામ તેમજ જે ખેડૂતો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની અને નિર્દોષ ખેડૂતોને છોડી મુકવાની માંગણી કરવામાં આવી.
પંકજ રાણસરિયા દ્વારા મોરબી જિલ્લાના ખેડૂતોને આહવાન કરવામાં આવેલ છે કે આવનારા સમયમાં ગમે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ખોટી રીતે દબાવવાના પ્રયાસો કરવામાં આવશે તો ખેડૂતના દીકરાના નાતે જેમ પાવડો લઈને પાણી વળતા આવડે છે એજ રીતે ખેડૂતોના હિત માટે પાવડો ઉપાડવામાં પણ આવશે.