એકજ પરિવારના ચાર સભ્યોનાં જીવ લેનાર ડમ્પર ઝડપાયું: પણ ચાલક હજી કેમ પોલીસની પકડ થી દુર ?
એક અઠવાડિયા જેટલા દિવસ બાદ ચાલક નહિ પકડાતા પોલીસ ની કાર્યવાહી સામે સવાલ ઉઠી રહ્યા છે
ફૂલ જેવી બાળકી સહીત પરિવાર ના ચાર સભ્યોના અક્સ્માત સર્જી મોત નિપજાવનાર ખરો ગુનેગાર કયારે પકડાશે એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે
મોરબી ગત્ તારીખ ૨૧નાં રોજ માળિયા(મી)નાં નાના દહીસર ગામ પાસે જન્મદિવસ ની પાર્ટી ઉજવી બાઈક પર પરત ફરી રહેલા પર પ્રાંતીય પરીવાર ને એક ડમ્પર ચાલકે હડફેટે લેતા પરિવાર ના ત્રણ સભ્યો ના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે ચાર વર્ષ ની બાળકી નું સારવાર દરમિયાન મોત થયું હતું.જેની તપાસ માળિયા પોલીસ કરી રહી છે ત્યારે આટલા દિવસો ના વાહના વીત્યા બાદ પણ પોલીસ ડમ્પર ચાલક ને તો નથી પકડી શકી પણ અકસ્માત સર્જનાર ડમ્પર જડપાયું છે. પોલીસે હજુ સુધી ચાલક ને કેમ ઝડપી શકી નથી તેવા સવાલો ઉભા થયા છે.ડમ્પર ના રજીસ્ટર નંબર પરથી મૂળ માલિક સુધી પહોચી સકાય છે ત્યારે હજુ ચાલક કેમ પકડ થી દુર છે ? કે આરોપી ને છાવરવા કારસો રચાઈ રહ્યો છે ? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે પરિવાર નો માળો વેર વિખેર કરનાર ને બચાવવામાં તો નથી આવી રહ્યા ને ?તેમ ચર્ચા થઇ રહી છે
માળિયા ના વવાનીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ ના વાતની કલ્પેશ ઉર્ફે ધર્મેન્દ્ર કુસ્વહા (૩૫) પત્ની લક્ષ્મીબેન (૩૦), પુત્રી પરી ( ૦૫) પુત્ર સુભમ ( ૦૨) અને પુત્રી ખુશી ( ૪) બધા બાઈક પર બેસી ને જન્મદિવસ ની પાર્ટી માં ગયા હતા જ્યાંથી રાત્રી ના પરત ફરતી વેળા એ નાના દહીસરા ગામ નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા કલ્પેશ ઉર્ફે ધર્મેન્દ્ર , ફૂલ જેવી બાળકી પરી અને 2 વર્ષ ના શુભમ નું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું .જયારે લક્ષ્મીબેન અને ૪ વર્ષ ની ખુશી ને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ચાર વર્ષ ની ખુસી એ પણ દમ થોડી દીધો હતો. આ ઘટના બાદ આટલા દિવસ વિતવા છતાં અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક હજી પોલીસ ની પકડ થી દુર છે.દરમિયાન તપાસ માં પોલીસ ડમ્પર ની ભાળ મેળવી શકી છે પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર પીપળી જેતપર રોડ પર શિવાય કોલ પાસેથી મળી આવ્યું હોવાનું જણાવ્યું છે પણ ચાલક હજુ સુધી ઝડપાયો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર માં કોલસા ના ગોડાઉનો આવેલા હોય અહી ના ડમ્પરો માતેલા સાંઢ ની જેમ ફરતા હોય છે અને આ લોબી ની દાદાગીરી એવી છે કે વટેમાર્ગુ ઓ વ્યવસ્થિત ગાડી ચાલવાનું કહે તો ધોકા પાઈપ લઇ ને મારવા નીકળી પડે છે આમ સામાન્ય લોકો કશું બોલી શકતા નથી વર્ષો થી આ સ્થિતિ હોય માળિયા પોલીસ પણ આ લોબી થી બીતી હોય જેથી કશું કરી શક્તિ નથી તેવું સ્થાનિક લોકો જણાવે છે. જો માળીયા પોલીસ આ બાબતે ઈમાનદારી થી કાર્યવાહી કરતી હોત તો આવા પરિવારોના માળા વેર વિખેર થવાનો વારો ના આવે. હજુ કેટલા પરિવારો નો ભોગ લેવાશે ત્યારે માળિયા પોલીસ નું ઝમીર જાગશે તેવું લોકો પૂછી રહ્યા છે.