ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પૂ.ઈશરદાસજી બારહટ ની ૫૬૪મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા તા.૩૦-૭-૨૦૨૨ને શનિવાર નાં રોજ ઈશર વંદના નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંજે ૫:૩૦કલાકે મોરબી અધ્યક્ષ ડો કિશોરદાન ગઢવીને આંગણે હરિરસ – દેવિયાંણ નાં પાઠ તથા માતૃશક્તઓ અને આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદ અને રાત્રે ૯:૩૦ કલાકે ક્રિષ્ના હોલ ખાતે ઈશર વંદના સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઈશર વંદના માં ચારણ સમાજ નાં ખ્યાતનામ કલાકારો સાહિત્યકારો સર્વશ્રી યશવંતભા લાંબા, કવિ પ્રદીપદાન ગઢવી, કવિ વિજયભા બાટી, હકાભા ગઢવી, ભાવેશ રામ સહિતના સાહિત્ય દિગ્ગજો સાહિત્ય અને સુરોનું રસપાન કરાવશે.
તો સાથે ચારણ સમાજ નાં વિવિધક્ષેત્રનાં પ્રતિષ્ઠીત માનવંતા મોભીઓ કાર્યક્રમને દીપાવશે. મોરબી અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવી તથા તાલુકા અધ્યક્ષ શ્રી દિનેશભા ગુઢડા દ્રારા આ કાર્યક્રમ નો લાભ લેવા સૌ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમ નુ લાઈવ પ્રસારણ વોઇસ ઓફ મોરબી નાં ફેસબુક પેજ પર પણ માણી શકાશે.
પ્રેમની માનસિક ત્રાસથી કંટાળી મહિલા એ આપઘાત કરવાનું વિચાર્યું હતું
મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ છે.
તારીખ:-૨૫/૦૭/૨૦૨૫ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી એલ.ઈ.ગ્રાઉન્ડ પાસે ટ્રેનની નીચે...
મોરબી સૌ ભણે,સૌ આગળ વધેના ધ્યેય સૂત્ર સાથે વર્ષ 2001/02 માં સમગ્ર શિક્ષા અભિયાનની શુભ શરૂઆત થયેલ હતી,એ સમયે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રતિનિયુક્તિથી સીઆરસી બીઆરસી તરીકે નિમણુંક આપવાની એસએસએ દ્વારા શરૂઆત કરવામાં આવેલ.
આ ટીમે વર્ષ 2017 સુધી સમગ્ર શિક્ષા અભિયાનના અનેક કાર્યક્રમો જેવા કે વિસ દિવસીય શિક્ષક...