ABPSSની માંગને આધીન છતીસગઢ રાજ્ય દ્વારા દેશમાં સૌ પ્રથમ પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરાશે
મોરબી: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છતિસગઢમા પાંચ વર્ષના લગાતાર સંઘર્ષ અને આંદોલન બાદ છતિસગઢ રાજ્ય દેશમાં સૌ પ્રથમ વખત પત્રકાર સુરક્ષા કાનુન લાગુ કરવા જઈ રહ્યું છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છત્તીસગઢમાં પાંચ વર્ષનાં લગાતાર સંઘર્ષ અને આંદોલન બાદ ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થયેલ છે. ABPSSની માંગને આધીન છતિસગઢ દેશનું સૌ પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં પૂર્ણ રૂપથી પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવામાં આવશે. છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલજી અને આ ઐતિહાસિક કાર્યને અંજામ સુધી પહોંચાડનાર ABPSS છતિસગઢની ટીમને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા અભિનંદ પાઠવ્યા હતા.
તેમજ ABPSS હવે આવતાં દિવસોમા પત્રકાર સુરક્ષા કાનૂન સબંધિત અભિયાનને ગુજરાત અને સમગ્ર દેશમાં આગળ વધારશે. ABPSSનાં આ અભિયાનમાં દરેક ક્ષેત્રના પત્રકાર મિત્રોને સામેલ થવા અને આપણા અધિકારની લડતને આગળ વધારવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ પટેલે અપિલ કરી છે.