મોરબી: મનોદીવ્યાંગ બાળકોને હોળી અને ધુળેટી જેવા તહેવારોનું મહત્વ સમજાય તે હેતુથી ABVP મોરબી શાખા દ્વારા બાળકો સાથે હોળી- ધુળેટી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.
નાના મોટા બધા મનોદીવ્યાંગ બાળકો ધુળેટીના તહેવારની ઉજવણી મનભરીને કરી હતી. આ તહેવારની ઉજવણી માટે બાળકોના સ્વાસ્થને નુકશાન ન કરે તેવા ઓર્ગેનિક કલર ABVP મોરબી શાખા દ્વારા આપવામા આવ્યા હતા. અને ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી અને મનોદીવ્યાંગ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
