લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ આજે શનિવાર બપોરે ૩ વાગ્યા થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે. જેને લઈ મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં જાહેર અને ખાનગી સ્થળમાંથી હોર્ડિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ તાલુકાઓમાં રાજકીય પક્ષોના બેનરો,ઝંડા, ભીતસુત્રો, સહિત સરકારી જાહેરાતોના પોસ્ટરો અને બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
