વાંકાનેર વિસ્તારમાં લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો
મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમના સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પંચાસીયાથી અદેપર જતા રોડ ઉપર આવેલ પવનસુત પેપરમીલ કારખાનાના ગેઇટ ઉપર તપાસ કરતા ગેઇટ રૂમ પાસે પ્રાઇવેટ સિકયુરીટીનો એક ગાર્ડ સિકયુરીટીના બેઇઝ કે ડ્રેસ પહેરેલ વગર હાજર મળી આવતાં પોલીસે તેની પુછપરછ કરતા પોતે આ પેપરમિલનો સિક્યુરીટી ગાર્ડ હોય અને તેને રામસિંહ રાજપુતએ અહીં પ્રાઇવેટ સીક્યુરીટી ગાર્ડ તરીકે રાખેલ હોવાનું જણાવતા પોલીસે આરોપી રામસિંહ ફુલસિંહ રાજપુત (રહે. ફેરીશ સ્પીનીંગમીલ, અદેપર રોડ, વાંકાનેર, મુળ રહે. યુપી)ને બોલાવી પુછપરછ કરતા પોતાની પાસે પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવવા અંગેનુ લાયસન્સ નહી હોવાનું જણાવતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.