મોરબી: મોટા દહિંસરા ગામ પાસે થયેલ આર્મ્સ એકટ તથા ખૂની હમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજૂર
માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી મોટા દહીંસરા નવલખી રોડ ઉપર જીઈબી સ્ટેશન સામે પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી જેનાં રજી. નં. જીજે. ૩૬.આર. ૫૩૫૦ વાળી લઈને ઉભા હતા ત્યારે આ કામનો આરોપી આવી ફરીયાદીની ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ફરીયાદીને મારી નાખવાના ઈરાદા થી તમંચા જેવા હથિયારથી ફરીયાદી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ મોરબી જીલ્લા મેજી. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની ફરીયાદ રજીસ્ટર કરી આ કામના ફરીયાદના આધારે માળીયા(મીં) પોલીસે બી. એન. એસ. એકટ ની કલમ-૧૦૯(૧),૩૫૨, ૬૧(૨),૩(૫),૨૧૭, ૨૪૮ તથા આર્મ્સ એકટની કલમ-૨૫(૧-બી)(એ), ૨૭(૧),૨૭(૨), જી.પી એકટની કલમ- ૧૩૫ વીગેરે મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
આરોપી પરેશ ગોપાલભાઈ ઉધરેજા એ મોરબીના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે આરોપી પક્ષના એડવોકેટે દલીલ કરેલ કે આ કામના આરોપીને ખોટી રીતે બનાવ માં ફીટ કરી દીધેલ હોય અને આ કામના આરોપીએ ફરીયાદી ઉપર તમંચા જેવા હથીયારથી ફાયરીંગ કરેલ નથી કે ફરીયાદીને કોઈ જીવલેણ ઈજા કરેલ નથી કે કોઈ માર મારેલ નથી અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામ. ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ રાખેલ . બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ.
આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા,જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.