સાહસ-શૌર્ય, તબીબી અને સેવા – જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરાશે
સાહસ એવોર્ડ માટે ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સાહસ-શૌર્ય, તબીબી અને સેવા, જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
કેલેન્ડર વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧ જે તે વર્ષની તા.૧- જાન્યુઆરી થી તા. ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાહસ-શૌર્ય, તબીબી અને સેવા-જાહેર સુખાકારી ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી હોય તેવા ગુજરાત રાજયના કોઇપણ વ્યક્તિ/સંસ્થાનું સરકારશ્રી દ્વારા સન્માન કરી એવોર્ડ એનાયત કરવા માટે અરજી મંગાવવામાં આવે છે. જેની નિયત નમુનાની અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬ તથા રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી – ૩૬૩૬૪૨ ખાતેથી મેળવી તથા તા.૨૦/૦૯/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન, કામકાજના દિવસોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરીને જમાં કરાવવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.