Friday, September 5, 2025

એ ફરી તલાવડી ભરાણી: ઉદ્યોગપતિઓને ફરી સહન કરવાનો વારો..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પસાર થતા વાહનચાલકો અને ઉદ્યોગપતિઓ સમસ્યાથી પીડાય છે છતાં મૂંગા છે તેનું પરિણામ છે.

મોરબી શહેરમાં ગઈ કાલે સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે બે ઈંચ વરસાદમાં જ મોરબી શહેરમાં ઠેરઠેર જગ્યાએ પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઇ છે. ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર થોડા જ વરસાદમાં પાણીની તલાવડી ભરાઈ જતી હોય છે ત્યારે ગયકાલે પડેલ વરસાદથી ફરી એક વખત લીલપર કેનાલ રોડ પર તલાવડી ભરાઈ છે જેના કારણે ત્યાંથી પસાર થતા ઉદ્યોગપતિઓને ફરી હેરાન થવાનો વારો આવ્યો છે

મોરબીના લીલાપર કેનાલ રોડ પર તલાવડી ભરાવાની સમસ્યા વર્ષોથી છે થોડોક અમથો વરસાદ પડે એટલે તલાવડી ભરાઈ જતી હોય છે આ રોડ પર મોટા ભાગના ઉદ્યોગપતિઓ વસવાટ કરી રહ્યાં છે તેમજ આ રોડ પર વાહન વ્યવહારનો પણ ઘસારો જોવા મળતો હોય છે. જેનો યોગ્ય ઉકેલ લાવવા તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે અને અનેક વખત મીડીયામાં પણ આ લીલપર કેનાલ રોડ પર પાણી ભરાવાની સમસ્યાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે તેમ છતા તંત્ર દ્વારા આજ સુધી આ સમસ્યાનુ કાયમી ઉકેલ લાવવામાં તસ્દી લીધી નથી ત્યારે ગયકાલે સાંજના મોરબી શહેરમાં વરસાદ વરસતા ફરી લીલાપર કેનાલ રોડ પર તલાવડી ભરાઈ છે જેથી ઉદ્યોગપતિઓ અને વાહનચાલકોને રોડ પરથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડશે.

ત્યારે આગામી દિવસોમાં જોવું રહ્યું કે શું તંત્ર દ્વારા લીલાપર કેનાલ રોડ પર જે પાણીની તલાવડી ભરાઈ રહી છે તેનો કોઈ કાયમી નીકાલ કરવામાં આવશે કે પછી ઉદ્યોગપતિઓને કાયમી હેરાનગતી જ રહશે તે જોવું રહ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર