મોરબી શહેરમાં આવેલ અવની ચોકડી પાસે ઉમા પાર્ક સોસાયટીમાં અગાસી પરથી નીચે પટકાતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં અવની ચોકડી નજીક ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા ધનગૌરીબેન ચંદુલાલ ઘુમલીયા (ઉ.વ.૬૬) નામના વૃદ્ધ મહિલા છઠ્ઠા માળે કપડાં સૂકવવા જતા કોઈ અગમ્ય કારણોસર અગાસી ઉપરથી નીચે પડતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા 66 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ કરી છે.






