મોરબીમાં એજન્સી આપવાની લાલચ આપી યુવક સાથે 3.68 લાખની ઠગાઇ
મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા યુવકને આરોપીઓએ બીરલા કલરની એજન્સી આપવાની લાલચ આપી યુવક પાસેથી રૂ. 3,68,500 ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગરમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા હર્ષદભાઈ રતીલાલભાઈ કંઝારીયા (ઉ.વ.૩૩) એ ત્રણ શખ્સો તથા તપાસમાં ખૂલ્એ તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ મોબાઈલ નંબર તથા ઇ-મેઇલ ના ધારકે ફરીયાદિને બીરલા કલરની એજન્સી આપવાની લાલચ આપી એજન્સી આપવાનો વિશ્વાસ આપી અલગ અલગ ટ્રાન્જેસ્કન દ્રારા કુલ રૂ. ૩,૬૮, ૫૦૦/- ટ્રાંસફર કરાવી ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ ૩૧૮(૪) તથા IT ACT કલમ ૬૬ (સી) (ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.