મોરબી: ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૨નુ આયોજન મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે -ડુ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ ટુર્નામેન્ટ બે ભાગમાં યોજાઈ હતી કાતા અને કુમીતેમા. આ ટુર્નામેન્ટમા મોરબીમાં ચાલતી વિનય કરાટે એકેડેમીમાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ધ્રૂવ મહેશભાઈ કુંડારીયાએ કરાટે કાતામા ગોલ્ડ મેડલ તેમજ કરાટે કુમિતેમા ગોલ્ડ મેડલ મેળવી મોરબી જીલ્લનુ નામ રોશન કર્યું છે. તે બદલ વિનય કરાટે એકેડેમીમાના કોચ વાલજીભાઈ ડાભી દ્વારા ધ્રૂવ મહેશભાઈ કુંડારીયાને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
મોરબી તાલુકાના બગથળા ગામે મહિલાનુ બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરાની વાડીમાં જતુ રહેતા જે બાબતનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા મહિલાને ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સરોજબેન સરવૈયા (ઉ.વ.૩૬)...
મોરબીના લીલાપર રોડ પર નિલકમલ સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હોય તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અલ્પાબેન અરવિંદભાઈ જાદવ ઉ.વ.૨૫વાળી પોતાના મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હતા તે દરમ્યાન ઝેરી દવાની...