Saturday, May 24, 2025

અમદાવાદના કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક દ્વારા ટંકારાના શિક્ષિકા-લેખિકા જીવતીબેન પીપલીયાનું સન્માન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હ્રદય હૃદયનાં વંદન તેહને!”આ ઉક્તિ જીવતીબેન પીપલિયાએ સાર્થક કરી બતાવી છે.વિદ્યાર્થીઓના Guide,Friend and Philosopher તરીકેની જેમની ભૂમિકા પ્રસંશનીય છે. એવાં જીવતીબેનનું હ્રદય પ્રેમથી છલોછલ ભરેલું છે. ઋજુ હૃદયનાં જીવતીબેન ઉત્તમ શિક્ષક તો છે જ, સાથે મનના ભાવોને કલમ દ્વારા આકાર આપી સુંદર સાહિત્ય સર્જન કરતાં રહે છે. એક તો શિક્ષકને પાછા સાહિત્યકાર, પછી તો બાળસાહિત્ય લખાયા વગર રહે ?

 આફતને અવસરમાં બદલી શકવા સક્ષમ જીવતીબેને કોરોના લોકડાઉનનો સદુપયોગ કરી સાહિત્યક્ષેત્રે પગરણ માંડ્યા. ‘પરીબાઈની પાંખે’ બાળગીત સંગ્રહ, ‘હાથીદાદાની જય હો!’ ‘નટખટ’ શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર, ‘દેશથી પરદેશ સુધી’, ચાર પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમનું આગામી પુસ્તક ‘આવો કહું એક વાર્તા’ પ્રકાશનમાં છે.

કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ દ્વારા મહિલા લેખિકાઓને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે પ્રથમ પુસ્તક મંગાવવામાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ૨૦૦ જેટલા મહિલા લેખિકાઓએ પોતાના પ્રથમ પુસ્તક આપેલ, જેમાંથી ૧૧ લેખિકાઓના પુસ્તકને પસંદ કરી, સન્માનિત કરવાનો ઉપક્રમ રાખેલ. જેમાં ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પ્રથમ પુસ્તક ‘પરીબાઈની પાંખે’ સન્માન માટે પસંદ કરવામાં આવ્યું. ભવન્સ કૉલેજ અમદાવાદમાં કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે થયેલ સન્માન બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા તેમજ એસ. એમ.સી.પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર