Friday, May 16, 2025

અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે, મૂર્તિ વિશ્વઉમિયાધામ પધરાવશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે

મિશિગનના ડેટ્રોઈટ , ઈન્ડિયાનાના ઈન્ડિયાના પોલીસ અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે

જગતજનનીમા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. 

જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનનીમા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે. મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ એવમ્ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાંમા ઉમિયાનું મંદિર બનશે. આ ઉપરાંત વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા. USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાના વીઝન અને મીશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વીઝન અને મીશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર