મોરબી: આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારીબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના 25 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
(1)તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,
(2) પગાર PRAISA ના બદલે SAS માં જ ચાલુ રાખવા બાબત
(3)જે પણ જિલ્લામાં જિલ્લાફેર માટે જે પણ વિષય/અગ્રતા મુજબ પ્રતીક્ષાયાદી છે તે આ જિલ્લા ફેર કેમ્પમાં પૂર્ણ થાય અને સામાન્ય/અગ્રતા મુજબ જે પણ જગ્યા ખાલી રહે તે ભરવા માટે આ કેમ્પ આ વર્ષમાં તે જિલ્લામાં ઓનલાઇન જિલ્લાફેર કેમ્પ કરવા માટે ભારપૂર્વક રજુઆત કરશો.
(6) ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, આધાર ડાયસ, ડાયસ+ માં અવારનવાર જાતજાતના સુધારા થતા હોય સતત ઓનલાઈન કામ ચાલુ જ રહે છે આચાર્યો આમાથી જ નવરા ન થતા હોય.આવી ઓનલાઈન કામગીરી ઓછી કરવા બાબત.
(7) દિવ્યાંગ તેમજ અસાધ્ય બીમારી ધરાવતા શિક્ષકોને આચાર્યના ચાર્જમાંથી મુક્તિ આપવા બાબત.
(9) જે શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) નથી એ શાળામાં પણ આચાર્યને ખુબજ વહીવટ કામગીરી સાથે સાથે વર્ગ પણ સંભાળવાનો હોય આવી શાળામાં એક વધારાનો શિક્ષક ફાળવવો અથવા આચાર્યને મહેકમમાં ન ગણવા બાબત.
(10) ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી,બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો,વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે પણ આચાર્ય કંઈ જવાબ આપી શકતા નથી,ઘણા બધા બાળકોની દરખાસ્ત કેન્સલ થાય છે,એડિટ કરવાથી પણ એડિટ નથી થતું અને દરખાસ્ત થઈ શકતી નથી એ બાબતે રજુઆત કરવી.
(11) જે કર્મચારીઓ 30 મી જૂને નિવૃત થતા હોય એને નામદાર ન્યાયાલયના ચુકાદા અન્વયે એક ઈજાફો આપવા બાબત.
(12) HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો બનાવી બદલી કેમ્પ કરવા બાબત.
(13) HTAT સંમેલનમાં રજૂ થયેલ તમામ પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત કરવી.
(14) અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલ માતા પિતાના બાળકોને અભ્યાસ માટે શિષ્યવૃતિ મળતી નથી તો તેમને પણ શિષ્યવૃતિ મળે તે માટે યોગ્ય રજૂઆત કરવી.
(15) NMMS પરીક્ષામાં મેરીટમાં આવેલ જેટલાં બાળકો સરકારી શાળાને બદલે સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવે તો તેમને શિષ્યવૃત્તિ માટે લાયક ગણાવામાં આવતા નથી તેથી આટલા બાળકોને બદલે પ્રતીક્ષાયાદીમાંથી બાળકોને લાભ આપવામાં આવે.
(16) પાઠ્યપુસ્તકો,સ્વ અધ્યયન પોથી સમયસર અને પુરેપુરા આપવામાં આવે તદુપરાંત શિક્ષકોને અભ્યાસ કરાવવા માટે શાળા દીઠ એક એક સેટ વધુ આપવામાં આવે.
(17) જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે ઉંમર ધ્યાનમાં ન લેવામાં આવે.
(19) શિષ્યવૃત્તિ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓના સરખા માર્ક હોય તો ઉંમરને ધ્યાનમાં લેવામાં આવે છે એના બદલે સરકારી અને ખાનગી શાળા ધ્યાનમાં લેવામાં આવે અને સરકારી શાળાના બાળકને મેરિટમાં ગણવામાં આવે અથવા બંનેનેનો મેરિટમાં સમાવેશ કરવા બાબત
(20)એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું અને બધા જ વિષયનો સરખો વેટેજ રાખવો તેમજ પુન: કસોટી રદ કરવી.
(21)N.M.M.S ની પરીક્ષા સરકારી શાળામાં ભણતા સરકારી કર્મચારી ના બાળકો આપી શકે એ બાબતે રજૂઆત કરવી.
(22) વિદ્યા સહાયકોના સી.પી.એફ.અને પ્રાણકીટ મેળવવામાં ત્રણ ત્રણ વર્ષનો સમય વ્યતીત થઈ જતો હોય એ બાબતે.
(23) વેકેશનમાં તા.26.11.23 ને રવિવારના રોજ બીએલઓ કામગીરી કરવાની હોય તારીખમાં ફેરફાર કરાવવા બાબત.
(24) શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણુંક થયે બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા બાબત.
(25) જ્ઞાનશક્તિ અને જ્ઞાન સાધના પરીક્ષા અપાવવા માટે આચાર્યો પર દબાણ કરવામાં આવે છે અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓની અનેકવિધ માહિતી કે જે વાલીઓને ભરવાની હોય છે એ માહીતી ભરવા માટે આચાર્યો પર દબાણ કરવામાં આવે છે એક તો હોંશિયાર વિદ્યાર્થી શાળામાંથી જતો રહે અને અન્ય બાળકોના શિક્ષણના ભોગે મેરિટમાં આવેલ બાળકોની માહિતી આચાર્યોએ ભરવી પડતી હોય શિક્ષણકાર્યમાં અવરોધરૂપ બને છે વગેરે પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત પ્રવિણભાઇ ધોળુ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મહાસંઘ મોરબી દ્વારા કરવામાં આવી હતી.
મોરબીના માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨ માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા નામના વૃદ્ધ પોતાના ઘર બહાર માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા...
મોરબીના લીલાપર રોડ પર જય ભારત નળીયાના કારખાના સામે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૫૪૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી...
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...