Sunday, March 15, 2026

આનંદો; રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે‌ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. 

ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી ૫૦ ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે મોંઘવારી ભથ્થું વધીને પ૩ ટકા થઈ ગયું છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી સરકારના કર્મચારીઓમા ખુશીની લહેર છવાઈ ગઈ છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો ૧ જુલાઈ ૨૦૨૪ થી લાગૂ કરવામાં આવશે. એટલે કે બાકીના મહિનાઓનું એરિયર પણ કર્મચારીઓ તથા પેન્શનરોને આપવામાં આવશે.

વધુ જુઓ

તાજા સમાચાર