મોરબી:અણીયાળી ચોકડી નજીક થી ચોરાયેલ જી.સી.બી. મશીનનો ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ
મોરબીની અણીયારી ચોકડી પાસેથી ૩૦ લાખની કિમતનું જેસીબી મશીન ચોરી થયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોય જે મામલે પોલીસની ટીમે તપાસ હાથ ધરીને બે શખ્સોને જીસીબી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ભચાઉ તાલુકાના કડોલ ગામના રહેવાસી અને હાલ અણીયારી ચોકડીએ રહેતા સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે જેસીબી મશીન છૂટક કામકાજમાં ચલાવે છે જે મશીનમાં ડ્રાઈવર તરીકે ભીમાભાઇને નોકરીએ રાખેલ છે ગત તા. ૦૨-૧૧ ના રોજ સાંજણભાઈ પોતાના વતનમાં કામ હોવાથી ગયા હતા અને ડ્રાઈવર ભીમાભાઇ દશરથભાઈ સુથાર રહે મધ્યપ્રદેશ વાળાનો ફોન આવ્યો જેમાં જણાવ્યું કે ગત તા. ૦૧-૧૧ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યે જેસીબી અણીયારી ચોકડી, સિલ્વર હોટેલ બુમા પાર્ક કરી ઓરડીમાં સુઈ ગયો હતો અને તા. ૦૨ ના રોજ સવારે મશીન સાઈટ પર કામે લઇ જવાનું હતું જેથી ચારેય વાગ્યે જાગી જે જગ્યાએ મશીન પાર્ક કરેલ હોય તે જોવા મળ્યું નહિ અને આજુબાજુમાં તપાસ કરવા છતાં જેસીબી મશીન જોવા મળ્યું નથી જેથી ફરિયાદીએ તેના નાના ભાઈ રાણાભાઇને વાત કરી અને બંને વતનથી નીકળી મોરબીની અણીયારી ચોકડી આવ્યા હતા જ્યાં તપાસ કરવા છતાં જેસીબી મશીન મળ્યું ના હતું જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાલી હોય દરમિયાન સીસીટીવી ચેક કરતા જેસીબી મશીન સાથે એક શંકાસ્પદ ઇસમ મોટર સાઈકલ ચલાવતો હોવાનું ધ્યાને આવતા મોટર સાઈકલ ભાવનગર જીલ્લાના નાગધણીબા ગામનું હોવાની તપાસમાં ખુલતા પોલીસની ટીમ નાગધણીબા ગામે દોડી જઈને ચોરી થયેલ જેસીબી તથા મોટર સાઈકલ સાથે આરોપી શૈલેશભાઈ ભરતભાઈ ચૌહાણ અને વિશાલભાઈ વલ્લભભાઈ મકવાણાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
