માળીયાના અંજીયાસર ગામની સીમમાંથી 4500 મીટર એલ્યુમિનિયમના વાયરની ચોરી
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં ગાંડવી કેમીકલ કારખાના પાસે કલપતરુ કપંની દ્વારા ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનમા નાખવામાં આવેલ જેમાં ૪૫૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત રૂપિયા ૧૩,૫૦,૦૦૦ની અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી અન્ય ચીજવસ્તુઓની નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબી શહેરમાં હાઉસિંગ બોર્ડ પાસે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા આશુતોષભાઈ દિનેશકુમાર ભારતીયએ આરોપી અજાણ્ય ચોર ઈસમો વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી કલપતરૂ પ્રોજેકટ ઇન્ટનેશલ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા હોય જે કંપનીએ પાવર ગ્રીડ ૭૬૫ કેવી લાકડીયા અમદાવાદ વીજલાઇનનુ કામ રાખેલ હોય જે લાઇનના લોકેશન નંબર ૧૯/૦ થી ૧૯/૦૫ ની વચ્ચેના ભાગે આવેલ ૪૫૦૦ મીટર એલ્યુમીનીયમ વાયર કિ.રૂ. ૧૩,૫૦,૦૦૦/- ની કોઇ ચોરી કરી લઈ જઈ તેમજ ૬૫૦૦ મીટર એલ્યુમીનીયમ વાયર તથા તેમજ ઇન્સ્યુલેટર નંગ ૧૨ તેમજ સ્પેસર નંગ ૩૫ તથા મેડીસીયન્સ જોઇટ નંગ ૧૨ તથા ડબલ આઇ સસ્પેશન ફીટીંગ સેટ નંગ-૩ મળી કુલ રૂ.૫૦૦૦૦૦/- નુ નુકશાની કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.