મોરબી: અપહરણના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી તથા ભોગબનનાર રાજસ્થાનથી ઝડપાયાં
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા છ એક માસથી નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને રાજસ્થાન રાજ્યના કોટા જીલ્લાના માયલા ગામ તા. રામગંજમંડી નિમાના રોડ ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી રહે.મુળ બાન્ડહેડી ગામ તા.મોહનબડોદીયા જી.સાજાપુર (મધ્યપ્રદેશ) વાળો ફરીયાદી ની સગીર વયની દિકરીને પાવડીયાળી કેનાલ પાસે આવેલ સીરામીક કારખાનામાંથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનારનાઓ રાજસ્થાન રાજ્યના કોટા જીલ્લાના રામગંજમંડી નિનામાં રોડ માયલા ગામે હોવાની માહીતી મળતા બાતમીવાળી જગ્યાએ મોરબી તાલુકા પોલીસ તથા AHTU ટીમને તપાસમાં મોકલેલ તેઓ દ્વારા આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.