મોરબીમાં APK ફાઈલ ઓપન કરતા વેપારીના ખાતામાંથી બે લાખ રૂપિયા ગાયબ
જો તમને આરટીઓ ચલણ બાબતે APK ફાઈલોનો મેસજ આવે તો ખોલતા પહેલાં ચેતી જજો તમારૂં ખાતુ થઈ શકે ખાલી આવો જ કિસ્સો મોરબીમા પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા યુવકના ફોનમાં આરટીઓ ચલણ APK ફાઈલનો મેસેજ આવતા ઓપન કરતા વેપારીના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ યદુનંદન ચાર શિવાલય વાટીકા એપાર્ટમેન્ટ ૨૦૧મા રહેતા અને વેપાર કરતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ શેરશીયા (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચાર બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીના મોબાઇલમા વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા ફરીયાદીએ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ હેક કરીને ફરીયાદિના HDFC Bank એકાઉન્ટમાથી કુલ રૂ. રૂ.૦૨,૦૦,૦૦૦/- ટ્રાંસફર કરી કરાવી રૂપિયા મેળવી લઇ ફરીયાદિ સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.