મોરબી: છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની ઘણી બધી શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નોકરી વાંચ્છું યુવાનોની આતુરતાનો અંત આવેલ છે.
રાજ્યકક્ષાએથી મોરબી જિલ્લાને ધો.1 થઈ 5 ના 125 શિક્ષકો અને ધો.6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનના 25 શિક્ષકો ફાળવેલ હતા,એ અનુસંધાને વી.સી. હાઈસ્કૂલ ખાતે નવ નિયુક્ત વિદ્યા સહાયક માટેનો સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સામાજિક વિજ્ઞાનનો એક ઉમેદવાર ગેર હાજર રહેતા 24 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે એવી જ રીતે ધો.1 થી 5 માં 125 શિક્ષકો ફાળવેલ હતા જે પૈકી 11 ઉમેદવાર ગેરહાજર રહેલ અને એક ઉમેદવારે અસંમતી આપેલ હોય 113 ઉમેદવારોએ સ્થળ પસંદ કરતાં કુલ 137 નવા શિક્ષકોનું મોરબી જિલ્લા આગમન થયેલ છે.
કેમ્પની શરૂઆતમાં પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ ઉમેદવારોને મોરબી જિલ્લામાં આવકાર્યા હતા.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ હૂંબલ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી,કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ,મુકેશભાઈ મારવણીયા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તેમજ તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ગરચર નાયબ ડિપીઈઓ અને ટીપીઈઓએ કર્યું હતું.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...