મોરબીમાં રૂપીયા આપવાની ના પાડતાં યુવકની દિકરી પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબીમાં એક શખ્સ યુવકના ઘરે પાસે જઈ કોઈ કારણ વગર યુવક પાસે રૂપિયા માંગતા યુવકે રૂપીયા આપવાની ના પાડતાં શખ્સ એકદમ ઉશ્કેરાઇ જઇ યુવકને ગાળો આપી યુવકની દિકરી પર છરી વડે હુમલો કરી છોડાવવા વચ્ચે પડેલ સાહેદોને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નેહરૂ ગેઇટ ચોક પખાલી શેરીમાં રહેતા રમેશભાઇ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૪૫) એ આરોપી કિશન પટેલ રહે. મોચી શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૦-૨૦૨૩ ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં આરોપી ફરિયાદીના ઘરે પાસે જઇ કોઇ કારણ વગર ફરિયાદી પાસે રૂપિયા માંગતા ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી એક દમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગમે તેમ ગાળો આપી તેના પેન્ટના નેફા માથી છરી કાઢી ફરીયાદીના દિકરીને મારવા જતા ફરીયાદીએ છરી પકડી રાખતા ફરિયાદીની માતા પિતા તથા કાકાના દિકરા ભાઇ ફરીયાદીને છોડાવવા વચ્ચે પડતા તેઓને ધકો મારી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રમેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨), જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.