મોરબીની અવની ચોકડીએ ખાતમુહૂર્ત થયેલ કામ શરૂ કરવા પાલિકાને રજૂઆત
ખાતમુહૂર્ત થયુ કામ કયારે ચાલુ થશે ?-કાંતિલાલ બાવરવા
મોરબીની અવની ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે
ત્યારે કાંતિલાલ બાવરવાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ મંજૂર થયા બાદ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ ખાતમુહૂર્તને ઘણો સમય વીતી જવા છતાં પાઈપલાઈનની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ કામ ક્યારે શરૂ કરવામાં આવશે સહિતના પ્રશ્નો ઉઠાવીને કાંતિલાલ બાવરવાએ ઝડપથી કામગીરી શરૂ થાય તેવી માંગ કરી છે.