મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના અયોધ્યાપુરી રોડ પર થી જુગાર રમતા ૪ ને પકડી પાડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હોઈ કે અમુક ઇસમો અયોધ્યાપુરી રોડ પર મચ્છુ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા જુગાર રમતા ૪ જેટલા ઇસમો મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના નામ પૂછતા તેઓ
૧) કિસન ઉર્ફે બિન ભીખભાઈ મેવાડા
૨) તૌફીકભાઈ ગુલામભાઈ અજમેરી
૩) નુરમામદભાઈ કટિયા
૪) અલ્તાફભાઈ અજમેરી રહે તમામ મોરબી વાળા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી ૧૨,૦૫૦/- ની રોકડ કબજે કરવામાં આવી છે.
