Tuesday, February 10, 2026

આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબના સૂચના તેમજ પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના ખાસ માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા તેમજ આશા વર્કર બહેનો દ્વારા ગામમાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવા માં આવેલ હતી જેમાં પાનેલી પ્રા. શાળા, પાનેલી આંગણવાડી, ગીડચ પ્રા. શાળા તથા ગીડચ આંગણવાડીના બાળકોને તેમજ શાળા અને આંગણવાડીમાં ના જતા તમામ બાળકો ને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવા માં આવેલ હતું.

બાળકોના આંતરડામાં કૃમિ સંક્રમણના કારણે તેઓ કુપોષણના શિકાર બને છે અને તેમના શરીરમાં લોહીની ઉણપ જણાય છે જેના કારણે બાળકોને વધારે થાક લાગે છે અને પરિણામે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ પણ સંપૂર્ણપણે થતો નથી. જો બાળકને ભૂખ ન લાગે , સતત ઝાડા રહેતા હોય અથવા તો તેને એનીમિયા હોય તો તેનો અર્થ એ કે તે કુપોષિત છે અને તેના આંતરડામાં કૃમિ છે માટે તે દૂર કરવા માટે સરકાર દ્વારા વર્ષ માં બે વખત આલ્બેન્ડાઝોલ ની ગોળીઓ બાળકો ને આપવા માં આવે છે જેથી બાળકોના આંતરડામાંથી કૃમીઓનો નાશ થાય છે.

ભારતમાં દર વર્ષે ૧૦મી ફેબ્રુઆરીના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે એટલે કે, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ બાળકોમાં થયેલા કૃમિના ચેપને દવા આપીને દૂર કરવાનો તથા દરેક બાળક સ્વસ્થ બને અને કૃમિ જેવી તકલીફના કારણે હેરાન ન થાય તેવો છે. બાળકને જો કૃમિનો ચેપ લાગે, તો શરીરમાં આયર્નની ઉણપ થાય છે. એટલે કે, પાંડુ રોગ થાય છે.જો બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવે, તો પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે. આથી જ સરકાર દ્વારા વર્ષમાં બે વખત કૃમિનાશક દવા બાળકોને આપવામાં આવે છે. કૃમિનો ચેપ વધારે પડતો ગામડાના વિસ્તારમાં જોવા મળે છે. આ તકલીફ ઊભી થવાની મુખ્ય સમસ્યા અનહાઇજેનિક રીતે ખાણીપીણી અને રહેવાનું છે.

ગામડાઓમાં બાળકો દ્વારા માટીમાં રમ્યા બાદ હાથ ન ધોવા, ટોઇલેટ ગયા બાદ હાથ બરાબર રીતે ન સાફ કરવા, શાકભાજી અને ફળ ધોયા વગર ખાવા, હાથ ધોયા વગર નળથી સીધું જ પાણી પીવું જેવી અનેક અનહાઇજેનિક ડેલી રૂટીનના કારણે કૃમિની સમસ્યા ઊભી થઈ શકે છે.

કૃમિ થવા પર બાળકને પેટમાં દુખવું અથવા ટોઇલેટ કરવાની જગ્યાએ ખંજવાળ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. કૃમિ થવાથી બાળકોનું વજન ઘટી જવું, કુપોષણ અને લોહીની ઉણપ થવા લાગે છે. કૃમિના કારણે આયર્નની કમી થવાથી પાંડુરોગ જેવી ખતરનાક બીમારી પણ થઈ શકે છે.  તો બાળકોને કૃમિથી બચાવવા માટે આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવે છે. જે ચાવીને ખાવાની હોય છે. મીઠી લાગે એટલે બાળકો ચાવીને ખાઈ શકે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર