Monday, August 4, 2025

આયુષ હોસ્પિટલમા 6 વર્ષની છોકરીનુ પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયાલ દ્વારા સફલ સર્જરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા તાલુકા મના એક ગામ માં 6 વર્ષની છોકરી રસ્તા પર ચાલતા ઘેર જતી હતી ત્યારે શેરીના કૂતરા એ ચહેર પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આયુષ હોસ્પિટલમાં માં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા 100 થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક સર્જરી કરી ચહેરા ને વ્યવસ્થિત કરી આપવામાં આવ્યો હતો.

ડૉ.આશિષ હડિયલના કહેવા મુજબ જો કૂતરું કરડ્યા પછી જો હડકવા થઇ જાય તો દર્દી નું બચવું લગભગ અશક્ય છે. હડકવાના વાયરસ સીધા મગજ પર અસર કરે છે. સદનસીબે કૂતરું કરડે અને હડકવા થાય એ વચ્ચે ના સમયગાળા માં તેને અટકાવવા માટે એક મોકો મળતો હોય છે.

કૂતરું કરડ્યા પછી હડકવા થી બચવા શું કરવું જોઈએ?

1. તાત્કાલિક સાબુ અને પાણી થી 15 થી 20 મિનીટ સુધી ઝખમ ને ધોવો

2. ઝખમ ને ધોયા પછી તાત્કાલિક હોસ્પિટલ એ પહોંચવું જોઈએ.

3. હોસ્પિટલમાં ઝખમ ને તપાસ કરી શ્રેણી નક્કી કરવામાં આવે છે.

 શ્રેણી – 1. કોઈ ખાસ સારવાર ની જરૂર નથી હોતી.

શ્રેણી – 2. હડકવા ની રસી (ARV) આપવામાં આવે છે.

શ્રેણી – 3. હડકવા ની રસી (ARV)+ ઇમ્યુનોગ્લોબ્યુલિન (RIG) આપવામાં આવે છે.

4. સામાન્ય રીતે ઝખમ ને ટાંકા લેવા માં આવતા નથી. પણ જો બહું જરૂરી હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન આપી ને થોડા કલાકો પછી ટાંકા લેવામાં આવે છે.

હડકવા જેવી જીવલેણ બીમારીને અટકાવવા કૂતરું કરડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલ જઈ નિષ્ણાંત ડૉક્ટર ને બતાવવું જોઈએ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર