એક ૬૫ વર્ષના દર્દી જે મોરબીના રહેવાસી છે જેમને પેશાબમાં તકલીફ હતી, જેમને પેશાબ પૂરી રીતે ન ઉતરવો, પેશાબ ધીમેથી ઉતરવો, રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું જેવા લક્ષણો હતા. જેથી તેમને હોસ્પિટલ માં બતાવ્યું ત્યાં રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ હોવાનું જાણવા મળ્યું.
જેમાં તેમના પ્રોસ્ટેટની સાઈઝ ૧૨૭ ગ્રામ છે. સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ ૧૨ થી ૧૫ ગ્રામ હોઈ છે. ત્યાં હોસ્પીટલમાંથી કેહવામાં આવ્યું કે ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન થશે નહીં. તેમને ચીરોમાંરીને ટાંકાવાળું ઓપરેશન કરવું પડશે. ત્યાર બાદ દર્દી આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે આવેલ.ત્યાં યુરોલોજીસ્ટ ડૉ. કેયુર પટેલ દ્વારા સમજાવામાં આવ્યું કે પ્રોસ્ટેટ ની સાઈઝ મોટી થઈ ગઈ હોવાના કારણે ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન શક્ય છે, પરંતુ ૨ સ્ટેજમાં કરવું પડે દર્દીના અનુકુળતા મુજબ ૪ દિવસની અંદર અંદર ૨ સ્ટેજમાં ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન કરવામાં આવ્યું અને ૧૨૭ ગ્રામના પ્રોસ્ટેટને દુર કરી અને દર્દીને રજા કરવામાં આવી હાલમાં દર્દીને પેશાબમાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેથી દર્દી અને તેમના સગા દ્વારા ડૉ કેયુર પટેલ અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો.
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...