Thursday, May 15, 2025

મોરબીમાં જિલ્લાફેર બદલી કેમ્પમાં અન્ય જિલ્લામાંથી 111 શિક્ષકો આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:અત્રેની બુનિયાદી કન્યા શાળા ખાતે અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં બદલીને આવવા માંગતા શિક્ષકોનો બદલે કેમ્પ યોજાયો

જેમાં શરૂઆતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયાએ અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવવા માંગતા શિક્ષકોનું અભિવાદન કર્યું હતું અને બદલીના નિયમોની સમજ આપી હતી,પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબીએ સૌને આવકારતા જણાવ્યું કે આપ સૌ મોરબીમાં આવો અને મોરબીના બાળકોને આપના જ્ઞાનનો લાભ આપો એવી શુભેચ્છાઓ પાઠવી હતી

ધો 1 થી 5 માં કુલ 57 શિક્ષકોએ જિલ્લાફેર બદલી માંગેલ હતી એ પૈકી 34 શિક્ષકો હાજર હતા અને 34 શિક્ષકોએ અને ધો.6 થી 8 ભાષામાં 49 શિક્ષકો પૈકી 30 સામાજિક વિજ્ઞાનની 66 જગ્યાઓમાંથી 4 જગ્યાઓ અને ગણિત વિજ્ઞાનની 100% એટલે કે 43 શિક્ષકોએ ફૂલ મળી 111 શિક્ષકોએ પોતાની મનગમતી જગ્યાઓ માંગીને મોરબી જિલ્લામાં બદલીના હુકમ પ્રાપ્ત કર્યા હતા. આ કેમ્પ સફળ બનાવવામાં દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીવણભાઈ જારીયા ટીપીઈઓ ટંકારા,શર્મિલાબેન હૂંબલ ટીપીઈઓ માળીયા,દિપાબેન બોડા ટીપીઈઓ હળવદ, મંગુભાઈ પટેલ ટીપીઈઓ વાંકાનેર તેમજ તાલુકા-જિલ્લા શિક્ષણ શાખાના તમામ કર્મચારીઓ ખુબજ જહેમત ઉઠાવી હતી, કેમ્પ વ્યવસ્થિત અને પારદર્શક રીતે યોજાય એ માટે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી,ઘનશ્યામભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી,વિનોદભાઈ ગોધાણી પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ તેમજ કિરણભાઈ કાચરોલા મંત્રી મહાસંઘ દિનેશભાઈ હૂંબલ,મંત્રી શિક્ષક સંઘ,મુકેશભાઈ મારવણીયા મંત્રી મુખ્ય શિક્ષક સંઘ વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર