મોરબી: બગથળા નકલંક ધામ ખાતે 10મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે
મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10 જુલાઇના રોજ “ગુરૂપૂર્ણિમા” ની ઉજવણી કરવામાં આવશે.
આ અંગે બગથળા ગામના શ્રી નકલંકજી જગ્યાના મહંત દામજી ભગતની યાદીમાં જણાવ્યું અનુસાર ગુરુપૂર્ણિમા નિમિત્તે તારીખ ૧૦ જુલાઈ ને ગુરુવારના રોજ સવારે ૦૯ કલાકે ગુરૂપુજન અને આરતી કરાશે તથા સવારે ૧૦ કલાકે ધર્મ સભા યોજાશે અને સવારે ૧૧:૦૦ કલાકે બગથળા નકલંક મંદિર ખાતે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.
જેથી સર્વે ભક્તજનોને ગુરુજીનાં આશીર્વાદ તેમજ પૂજન કરવા તથા મહા આરતી તેમજ ધર્મ સભાનો લાભ લેવા તથા પ્રસાદ લેવા સર્વે ભક્તજનોને શ્રી નકલંક મંદિર બગથળાની જગ્યાનાં મહંત તથા સર્વે ટ્રસ્ટી ભાઈઓ તથા સમસ્ત બગથળા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.