Wednesday, October 15, 2025

મોરબીના બગથળા ગામે બહુચરાજી માતાજીનો તા. 3 થી 5 ઓક્ટોબર સુધી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: બગથળા ગામમાં ઠોરિયા પરિવારનાં કુળ દેવી શ્રી રાજ રાજેશ્વરી શ્રી બહુચરાજી માતાજીનો ભવ્યા તિત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાં 03-10-2025 થી 05-10-2025 સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવશે.

આ કાર્યક્રમમા ઠોરિયા પરિવારનાં 23 ગામો જોડાયા છે. તાં. 05 ઓક્ટોબર નાં રોજ સાંજે 3:00 થી 6:00 ધર્મ સભા રાખેલ છે. જેમાં શ્રી નકલંક મંદિર બગથળા હનાં મહંત શ્રી દામજી ભગત, હળવદ જૂના સ્વામિનારાયણ મંદિર થી પૂજય ભક્તિનંદન સ્વામી,તેમજ સરસ્વતી આશ્રમ નાં આધ્યાત્મિક વક્તા શ્રી ભાણદેવજી જેવા સંતો પધારી ને આશીર્વચન આપશે.

આં પ્રોગ્રામમાં તાં 02-10-2025 નાં સાંજે માતાજી નિ જ્યોતનાં ભવ્ય રીતે સાંજે 4 કલાકે સામૈયા કરવામાં આવશે.અને તાં 03-10-2025 નાં સવારે 8 કલાકે પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થશે જેમાં તાં. 04-10-2025 નાં સાંજે 4 કલાકે જલ યાત્રા અને રાત્રે 9 કલાકે માતાજી નિ ભવ્ય શોભા યાત્રા નીકળશે. અને તાં 05-10-2025 નાં સાંજે 3 થી 6 ધર્મ સભા તેમજ દાતા નાં સન્માન નો કાર્યક્રમ રાખેલ છે.તેમજ સાંજે 7000 માણશો નો જમણવાર પણ છે. આં પરિવાર મા 23 ગામનાં ઠોરિયા પરિવાર નાં સભ્યો સામેલ છે.જેમાં બગથળા, ફગસિયા, તરઘરી, સરવડ, પીપળીયા, રામનગર,હજનાલી, ચમનપર, ખારચિયાં, હમીરપર, ઝીક્યારી, કુંતલપુર, સોલડી, કલ્યાણપુરા, કડી, લક્ષ્મિવાસ, સરવાલ, લક્ષ્મિવાસ, સરધાર, ચરાડવા, માનસર, કાંતિપુર, બરવાળા, આમ 23 ગામનાં પરિવાર સાથે મળીને આં મંદિર બનાવેલ છે. એમ પ્રમુખ ભગવાનજી ભાઇ એલ ઠોરિયા અને મંત્રીએ કે ઠોરિયાની યાદી જણાવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર