મોરબીના બગથળા થી કાંતિપુર ગામ સુધીનો રોડ રીપેર કરવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી તાલુકાના બગથળા થી કાંતિપુર ગામને જોડતો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોય જેથી આ રોડ તાત્કાલિક રીપેર કરવા બાબતે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી રોડ તાત્કાલિક રીપેર કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના બગથળા ગામ થી કાંતિપુર ગામને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. જો કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવો હોય તો રસ્તામાં વધારે બીમાર થાય તેવી પરિસ્થિતિ છે. ગામ લોકોને પોતાની રોજીરોટી માટે કે ખરીદી માટેના કારણો સર મોરબી જવું હોયતો ખુબજ તફ્લીક પડી રહી છે. જેથી આ રસ્તાને તાત્કાલિક રીપેર કરવવા યોગ્ય કરવા અમારી વિનતી છે. જો આવું કરવામાં નહી આવે તો ના છુટકે કાંતિલાલ બાવરવા દ્વારા ગામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલાન કરવાની ચિમકી ઉચ્ચારી છે.