બગથળા ગામે ટ્રેક્ટર પરથી પડી જતા 5 વર્ષની માસૂમ બાળાનુ મોત
મોરબી: મોરબી તાલુકાના બગથળા ગામે ટ્રેક્ટરનાં પંખા પરથી પડી જતાં ૫ વર્ષની માસૂમ બાળાનુ મોત નિપજ્યું હતું. આ બનાવમાં પત્ની એ જ પોતાના પતી વિરુદ્ધ બેફામ ટ્રેક્ટર ચલાવવા બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ મોરબી તાલુકાના બગથળા ગામે મુન્નાભાઈ પટેલના વાડામાં રેહતા રાયદાબાઈ પ્યારસીંહ ડાવર એ પોતાના પતિ પ્યારસીંહ નરસીંગ ડાવર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ આરોપીએ પોતાના હવાલાવાળુ HMT-૩૫૧૧ કંપનીનુ ટ્રેકટર નંબર-GRM-7752 વાળુ રસ્તા ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા રસ્તામા ખાડો આવતા જ્યોતીબેન પ્યારસીંહ ડાવર ઉ.વ-૫ વર્ષ વાળી ટ્રેક્ટરના પંખા ઉપરથી પડી જતા તેન ઉપર ટ્રેક્ટરનુ જમણી બાજુનુ મોટું ટાયર માથે ફરી વળતા તેને શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.