બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીની ગૌરવયાત્રા
નવયુગના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને નીચેના વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે.
જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ તેમજ એક પાત્રિય અભિનય અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈ લોકવાદ્યમાં જિલ્લા કક્ષાએ થી હવે આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર સંસ્થા માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે. આ સિદ્ધિ સાથેસાથે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે જ્ઞાનનો મહાયજ્ઞ Quiz – KBC : “કૌન બનેગા ચેમ્પિયન”કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ચેતનાને નવી ઊર્જા મળી.
આ અવસરે પી.ડી. કાંજીયા દ્વારા શિક્ષણ જગતને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું. શિક્ષણના નવીનીકરણ, ગુણવત્તા અને મૂલ્ય આધારિત અભિગમ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વિચારધારા ઘડવાનું સાધન બનવું જોઈએ.” તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત એવી પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરે છે કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ પ્રતિભા, વ્યક્તિત્વ અને મૂલ્યોના સર્વાંગી વિકાસનું મજબૂત પાયારૂપ કેન્દ્ર છે.