મોરબીના બંધુનગર ગામની સીમમાં આવેલ સોનસેરા સીરામીકની લેબર કોલોનીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ મોરબીના બંધુનગર ગામની સીમમાં આવેલ સોનસેરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા રંજનબેન હરીહર પાતરા (ઉ.વ.૨૦) નામની યુવતીએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








