Friday, February 6, 2026

મોરબીમાં બાંધકામો હવે રડારમાં : શહેરમાં ચાલતા બાંધકામોના તમામ દસ્તાવેજો રજૂ કરવાની અંતિમ તક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં ચાલતા તમાંમ બાંધકામોના જરુરી દસ્તાવેજો રજુ કરવા સુચના અપાઇ

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે જેમના દ્વારા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી જે અરજદારોએ અરજી કરેલ હોય તેમાં ૧૯૭૧ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની અરજીમાં પૂરતા દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા કિસ્સાઓમાં અગાઉ જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પત્ર પાઠવેલ, પરતું જે અરજદારઓએ જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા અરજદારોને પુન: પત્ર પાઠવી બીજી તક આપવામાં આવેલ છે.

સંબંધિત તમામ અરજદારોએ આ પત્રમાં જણાવ્યા અનુસાર મુજબના બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને પૂરતા કાગળો મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવી દેવા જેથી ઝડપથી રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાય.

આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મકાનો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા તમામ હોટેલ તથા મલ્ટીપ્લેક્ષ/થિયેટરમાં નોટિસ આપવામાં આવેલ તેવા પ્રકારના બાંધકામના સંચાલકોએ જરૂરી વિકાસ પરવાનગી (Development Permission) તથા અન્ય જરૂરી મંજૂરીના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં સંબધિત વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહાનગરપાલિકાની આ કાર્યવાહી શહેરના આયોજનબદ્ધ વિકાસ, કાયદેસર બાંધકામ તથા નાગરિકોની સુરક્ષા હેતુસર કરવામાં આવી રહી છે. તમામ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને આ સૂચનાનું પાલન કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર