મોરબીના બંધુનગર ગામ નજીક જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ ઇટાલીકા સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે ઇટાલીકા સીરામીક પાસે સીરામીકની લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ફૂલ-૦૫ ઇસમો નીલેષભાઇ ઘનશ્યામભાઇ મેમકીયા (ઉવ-૩૩) રહે. બંધુનગર તા-જી મોરબી, મહેન્દ્રસિંહ દીલુભા જાડેજા (ઉવ-૩૯) રહે. મકનસર તા-જી મોરબી, મનીષભાઇ શ્રી બુધ્ધસાગર શુકલા (ઉવ-૩૦) રહે. મકનસર તા-જી મોરબી, મનોહરભાઇ રૂષભભાઇ આહીર (ઉવ-૨૬) રહે. બંધુનગર તા-જી મોરબી, સંદીપભાઇ રામશંકરભાઇ કુમાર (ઉવ-૨૫) રહે. બંધુનગર તા-જી મોરબીવાળાને રોકડ રૂ. ૧૪,૮૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.